ભારતમાં કોરોનાના નવા 3157 કેસ છેલ્લાં 24 કલાકમાં
એક્ટિવ કેસનો આંક પણ 19,500 એ પહોંચ્યો
દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ નોંધાયા
દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી નવા કેસ 3 હજારને પાર પહોંચ્યા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 19 હજારને પાર પહોંચી છે. આજે કોરોનાના નવા 3157 કેસ તો 19500 એક્ટિવ કેસ નોંધાયા છે.ભારતમાં સૌથી વધુ 5 સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ છે. તો હરિયાણામાં 479, કેરલમાં 314, ઉત્તર પ્રદેશમાં 268 અને મહારાષ્ટ્રમાં 169 કેસ મળી આવ્યા છે.રવિવારે દિલ્હીમાં કોરોનાના 1,485 નવા કેસ નોંધાયા હતા. જો કે, કોઈનું મૃત્યુ ન હોતું થયું. રાજધાનીમાં પોઝિટિવિટી દર વધીને 4.89 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં 18,84,560 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 26,175 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.છેલ્લાં કેટલાંય દિવસોથી દેશમાં સતત કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.
ત્યારે દિલ્હી એનસીઆર (Delhi NCR) ની નજીક આવેલા યુપીના નોઈડા (Noida) અને ગાઝિયાબાદ (Ghaziabad) માં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી સરકાર દ્વારા નોઈડામાં એટલે કે યુપીના ગૌતમ બુદ્ધ નગર માં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે. જો કે, સરકારે નોઈડામાં માસ્ક અને ઘણા નિયમોની સખતાઇ પહેલેથી જ વધારી દેવાઇ છે.છેલ્લાં કેટલાંક દિવસોથી યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે તેને ધ્યાનમાં રાખતા સરકારે નોઇડા, ગાઝિયાબાદ અને લખનઉ સહિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત બનાવ્યા હતા. જો કે, પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન થતા એકવાર ફરી સરકારે કડક નિર્ણય લીધો છે. સરકારે નોઈડામાં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દીધી છે.