કેરળના બે બાળકોમાં જોવા મળ્યા નવા વાઇરસના લક્ષણો
કોરોના બાદ નોરોવાયરની એન્ટ્રી
નવા વાઇરસને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ
ભારતમાં એક તરફ કોરોના કેસ ફરી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ મંકીપોક્ષનો સંકસપદ કેસ નોંધાયો છે, ત્યારે હવે વધુ એક નવા વાઇરસે કેરળમાં દેખાદેતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ નવો વાયરસ નોરોવાયરસ છે. કેરળના બે બાળકોમાં આ વાયરસ જોવા મળ્યો છે, ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે, ચિંતા કરવાની જરૂર નથી. બાળકોની હાલત સ્થિર છે. નોરોવાયરસ એક અત્યંત ચેપી રોગ છે, જે સામાન્ય રીતે દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે.
તિરુવનંતપુરમના વિહિંજમમાં નોરોવાયરસનો નવો ચેપ સામે આવ્યો છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે જે જગ્યાએ બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે તેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રોગચાળો ન ફેલાય તે માટે વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે. નિમ્ન પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓમાં આ ચેપ જોવા મળ્યો છે.
નોરોવાયરસ સામાન્ય રીતે દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના પ્રારંભિક લક્ષણો ઉલ્ટી અને ઝાડા છે, જે વાયરસના સંપર્કમાં આવ્યાના એક કે બે દિવસ પછી શરૂ થાય છે. દર્દીને ઉલ્ટી જેવું લાગે છે અને પેટમાં દુખાવો, તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો થાય છે. આ વાયરસ વ્યક્તિને વારંવાર તેનો શિકાર બનાવી શકે છે કારણ કે તેના ઘણા પ્રકારો છે. જંતુનાશકો પણ આ વાયરસ પર કામ કરતા નથી અને તે 60 ડિગ્રી તાપમાનમાં પણ જીવી શકે છે. મતલબ કે પાણી ઉકાળીને અથવા ક્લોરિન ઉમેરીને આ વાયરસને મારી શકાતો નથી. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા છતાં આ વાયરસ જીવિત રહી શકે છે.
આ સાથેજ આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શાળાઓમાં વિતરણ કરવામાં આવતું મધ્યાહન ભોજન ખાધા બાદ વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ થયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને સામાન્ય શિક્ષણ અને નાગરિક પુરવઠા વિભાગે રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને આ રોગના ફેલાવાને રોકવા માટેના પગલાંની જાહેરાત કરી હતી. જેમાં મધ્યાહન ભોજન બનાવતી વખતે સ્વચ્છતાની ખાસ કાળજી લેવી, પાણીની ટાંકીઓ સાફ કરવી અને સ્ટાફને જાગૃત કરવાનો સમાવેશ થાય છે.