તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર મુકાયો પ્રતિબંધ
28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો
કોરોનાના વધતા કેસ વચ્ચે લેવાયો નિર્ણય
દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ નું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર પડશે નહીં. આ અગાઉ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી, લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશમાં જીવલેણ કોરોનાની ગતિ સતત બેકાબૂ બની રહી છે. તેની સાથે સાથે દેશમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 8,961 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે.