દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કેસ સામે આવ્યા
એક જ દિવસમાં નવા કેસમાં 41%નો વધારો
છેલ્લા 24 કલાકમાં 7 કોરોના દર્દીઓના મોત
કોરોનાની પહેલી બાદ બીજી લહેર આવી હતી. ત્યારે બીજી લહેર અત્યંત ઘાતક રહી હતી. મોટા પ્રમાણમાં લોકોના જીવ ગયા હતા. ત્યારે હવે ફરી એકવાર કોરોના ચિંતા ઉદભવ કૃ રહ્યું છે, દેશમાં ફરી કોરોના કેસમાં નોંધપાત્ર વાહદારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં 41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેને કારણે એક એક જ દિવસમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે.ગુજરાત સહીત દેશમાં હવે કોરોનાએ રફતાર પકડી છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,337 નવા કેસ નોંધાયા છે. તો 7 કોરોના દર્દીઓના મોત પણ થયાં છે. ખાસ ચિંતાનો વિષય એ છે કે, ગઈકાલે 3714 કેસો નોંધાયા હતા
તેની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કેસ સામે આવતા 41% જેટલો નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 28,857 થઈ ગઈ છે.દેશની રાજધાનીમાં કોરોના વાયરસ ચેપના કેસોમાં ઘટાડો થયા પછી, દિલ્હીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. દરમિયાન, મંગળવારે કોરોના સંક્રમિતના મોતથી દિલ્હી આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 450 નવા કેસ સામે આવતાં એક કોરોના સંક્રમિતનું મોત થયું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે દિલ્હીમાં પોઝિટિવિટી દર 1.92 ટકા વધીને 4.94 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, સોમવારે 3.47 ટકાના પોઝિટિવિટી દર સાથે 247 નવા કોરોના સંક્રમિત નોંધાયા હતા, જ્યારે રવિવારે 343 સંક્રમિતોનો પોઝિટિવિટી દર 1.91 ટકા નોંધાયો હતો.
રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાવાયરસ ચેપના કેસોમાં ઘટાડો થયા પછી, દિલ્હીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. દરમિયાન, મંગળવારે કોરોના સંક્રમિતના મોતથી દિલ્હી આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 450 નવા કેસ સામે આવતાં એક કોરોના સંક્રમિતનું મોત થયું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે દિલ્હીમાં પોઝિટિવિટી દર 1.92 ટકા વધીને 4.94 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, સોમવારે 3.47 ટકાના પોઝિટિવિટી દર સાથે 247 નવા કોરોના સંક્રમિત નોંધાયા હતા, જ્યારે રવિવારે 343 સંક્રમિતોનો પોઝિટિવિટી દર 1.91 ટકા નોંધાયો હતો.