- બંગાળના નદિયામાં થયો કોરોના બ્લાસ્ટ
- નવોદય સ્કૂલમાં 29 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા
- મોદી કોરોના પર આજે સમીક્ષા બેઠક કરશે
સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકનાર કોરોનાએ લોકોના જીવ અધર ચડાવી રાખયા છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યો છે. નવા નવા કોરોનાના વેરિયન્ટ આવી રહ્યા છે. ત્યારે ભારતના બંગાળમાં કોરોના બ્લાસ્ટ થવા પામ્યો છે. પશ્ચિમ બંગાળની નદિયામાં એક સ્કૂલના એકસાથે 29 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના કલ્યાણી વિસ્તારમાં આવેલી નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોના બ્લાસ્ટ થયો છે. એક સાથે 29 બાળકો કોરોના સંક્રમિત થયા બાદ બાકીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે. હાલ સંક્રમિત તમામ બાળકોને ક્વોરન્ટિન કરી દેવાયા છે. ડોક્ટરોની એક ટીમની દેખરેખ હેઠળ તમામની સારવાર કરવામાં આવી રહી છે.
દેશમાં ફરી એકવાર વધી રહેલ કોરોના કેસોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ હાજર રહેશે. દેશમાં ઓમિક્રોનના વધતા કેસ પર કાબૂ કેવી રીતે મેળવવો તેના પર ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે ઓમિક્રોનની એન્ટ્રી હવે ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 247 થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 247 કેસ નોંધાયા છે. તેમા દિલ્હીમાં ઓમિક્રોનના કુલ 57 કેસ નોંધાયા છે. દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં ઓમિક્રોનના 34 દર્દીઓની સારવાર કરાઈ હતી. આ તમામ દર્દીઓએ ફૂલી વેક્સિનેટેડ હતા. તેમાથી બે લોકોએ તો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દેશમાં 16 રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 236 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 65, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 19 કેસ નોંધાયા છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં 2 અને તમિલનાડું, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને ચંડીગઢમાં એક-એક કેસ છે.