EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે.
રાહુલની પૂછપરછ શરૂ થયા પછી પ્રિયંકા ગાંધી ED ઓફિસથી પરત આવી ગઈ
EDની ઓફિસની પાસે થ્રી-લેયર સુરક્ષા છે
રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ED ઓફિસમાં એક કલાકથી પૂછપરછ ચાલી રહી છે. કોંગ્રેસની ઓફિસથી રાહુલની સાથે ચાલતા નીકળેલા કોંગ્રેસ નેતાઓને એક કિમી પહેલા જ રોકવામાં આવ્યા છે. જોકે તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા છે. પોલીસે ધરણા પર બેઠેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા સહિત અન્ય નેતાઓની અટકાયત કરી છે. રાહુલની પૂછપરછ શરૂ થયા પછી પ્રિયંકા ગાંધી ED ઓફિસથી પરત આવી ગઈ .EDની ઓફિસની પાસે થ્રી-લેયર સુરક્ષા છે.
પ્રથમ લેયરની પાસે જ પોલીસે કોંગ્રેસની માર્ચને રોકી લીધી હતી. અહીં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ પહેલા સોમવારે સવારે રાહુલ ગાંધીની તપાસના વિરોધમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયથી ધરપકડ કરી હતી. પોલીસ કોંગ્રેસીઓને બસમાં બેસાડીને લઈ ગઈ હતી. કોંગ્રેસના દેખાવને જોતા દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયથી ED ઓફિસ સુધીનો રસ્તો સીલ કરી દીધો હતો.EDનાં સૂત્રોનું માનીએ તો આજે રાહુલની પૂછપરછ આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારી કરશે. અન્ય લોકોની જેમ જ તેમની પૂછપરછ કરવામાં આવશે. તપાસ દરમિયાન રાહુલ તેમના મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહિ.
આ સિવાય તેમના કોઈ સાથી નેતાને પણ EDની ઓફિસની અંદર એ સમયે જવાની પરવાનગી નથી.EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે. લગભગ બે ડઝન સવાલ EDના અધિકારીઓ પૂછશે, જે તમામ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા કંપની સાથે જોડાયેલા છે. રાહુલ ગાંધી યંગ ઈન્ડિયા કંપનીમાં તેમની માતા સોનિયા ગાંધીની સાથે 38-38%નો હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો કોંગ્રેસનેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસની પાસે છે. આ બંને નેતાનાં મૃત્યુ થયાં છે.