કોંગ્રેસે બુધવારે આવકવેરા વિભાગ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટીના વિવિધ ખાતામાંથી 65 કરોડ રૂપિયાની રકમ અલોકતાંત્રિક રીતે ઉપાડી લેવામાં આવી છે, જ્યારે પાછલા વર્ષોના રિટર્ન સંબંધિત કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.
કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને દાવો કર્યો હતો કે જો તપાસ એજન્સીઓની કાર્યવાહી પર અંકુશ નહીં આવે તો લોકશાહી ખતમ થઈ જશે. તેમજ કહ્યું કે કોંગ્રેસને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
અજય માકને શું કહ્યું?
એજન્સી અનુસાર, અજય માકને જણાવ્યું હતું કે અપીલ સત્તાવાળાઓ દ્વારા કેસની સુનાવણી હોવા છતાં, આવકવેરા વિભાગે કોંગ્રેસ અને ભારતીય યુવા કોંગ્રેસના વિવિધ બેંક ખાતાઓમાંથી 65 કરોડ રૂપિયા ઉપાડવા માટે વિવિધ બેંકોને પત્ર લખ્યો હતો. અજય માકને કહ્યું કે,
કોંગ્રેસે તેના બેંકરોને પત્ર લખીને પૈસા ઉપાડવા નહીં કારણ કે આ મામલો ન્યાયાધીન છે અને આઈટી ટ્રિબ્યુનલ સમક્ષ સુનાવણી હજુ ચાલી રહી છે.
શું છે સમગ્ર મામલો?
તે જ સમયે, અજય માકને, ‘X’ પર એક પોસ્ટ શેર કરતા, કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી. આ સિવાય અન્ય એક પોસ્ટ પર તેણે કહ્યું કે,
ગઈકાલ સાંજથી કોંગ્રેસ સરકારી તંત્રના લોકશાહી વિરોધી વલણનો ભોગ બની છે. અમને ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. થોડા કલાકોમાં, હું તેના વિશેની બધી માહિતી શેર કરીશ! જય હિંદ, જય કોંગ્રેસ, જય લોકશાહી