કોંગ્રેસના નેતા પવન ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પછી તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને આસામમાં કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધું. એટલું જ નહીં, કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર 10 એપ્રિલ સુધી રોક લગાવી છે. કોર્ટે પવન ખેડાને 10 એપ્રિલ સુધીમાં સંબંધિત કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરવા આદેશ કર્યો છે.
કેસમાં આસામ અને યુપીના એસજીએ કહ્યું કે બિનશરતી માફીનો મુદ્દો કોર્ટ સમક્ષ નથી. નિર્ણય પાછો લેશે. પવન ખેડાએ માંગ કરી હતી કે તેમની સામે નોંધાયેલા તમામ કેસોને એક જગ્યાએ ખસેડવામાં આવે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પવન ખેડાએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં અદાણીના કેસ પર બોલતા, તેમણે કહ્યું હતું કે જો અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકે છે, તો નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ મોદીને શું વાંધો છે? નિવેદન આપ્યા બાદ પવને તેની બાજુના વ્યક્તિને પૂછ્યું કે શું તેણે નામ લેવામાં ભૂલ કરી છે. જે બાદ તેણે કહ્યું કે ભલે નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી હોય, પરંતુ કામ ગૌતમ દાસ જેવું છે.
આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ આ તમામ નિવેદનો રાહુલ ગાંધીના ઈશારે કરી રહી છે. ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસીઓ અપશબ્દોની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. PM મોદીના પિતાનું નામ ખોટું લીધા બાદ પવન ખેડાએ તેમની ભૂલ સુધારવાને બદલે તેમને ટોણા માર્યા હતા.