ધરતી પર મુશ્કેલીઓનું કારણ બની રહેલા ચીન સ્પેસમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. સ્પેસમાં પણ સૌથી આગળ નિકળી જવાની હોડમાં ચીન સતત સૌને મુશ્કેલીઓમાં ધકેલી રહ્યું છે. સ્પેસમાં ચીની રોકેટ બૂસ્ટર બેકાબૂ થઈ ગયું છે. આ રોકેટ બૂસ્ટર ઝડપથી ધરતી પર આવી રહ્યું છે, જેના કારણે કેટલાય દેશો પર ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી અમુક કલાકોમાં બેકાબૂ થઈને ચીની રોકેટ કોઈ પણ જગ્યાએ ખાબકશે. નાસાએ ચીન પર આ બિનજવાબદાર વલણને લઈને જવાબદાર ઠેરવ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ચીનના કારણે મોટો ખતરો અને મોટા નુકસાનની આશંકા ઉત્પન્ન થઈ છે. ચીની અધિકારીઓના અનુભવનહીનતાથી દુનિયાના કેટલાય વિસ્તારો ચિંતામાં મુકાયા છે.
દુનિયાના સ્પેસ સાયંટિસ્ટ ચીનના આ રોકેટ પર નજર રાખીને બેઠા છે. સતત તે પડવાની મૂવમેન્ટને રી઼ડ કરીને એલર્ટ પણ જાહેર કર્યું છે. સાયન્ટિસ્ટનું માનવું છે કે, ચીની રોકેટનો કાટમાળ અમેરિકા, ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, આફ્રીકા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના કોઈ પણ ભાગમાં પડી શકે છે. સ્પેને તો પોતાનું એરપોર્ટ પણ આ કાટમાળ પડવાના ડરથી બંધ કરી દીધું છે. સ્પેનના એટીસીએ પોતાના દેશ પર 23 ટનનો કાટમાલ પસાર થતો હોવાનું નોટિસ કર્યું છે.
ચીને ગત 31 ઓક્ટોબરે રોકેટ લોંગ માર્ચ 5બી કોર બૂસ્ટર લોન્ચ કર્યું હતું. આ રોકેટની મદદથી તિયાંગોંગે સ્પેસ સ્ટેશન માટે મોકલવામાં આવી રહ્યું હતું. ચીને આ સ્પેસ સ્ટેશન માટે આ રોકેટ, એક્સપેરિમેંટલ લેબોરેટરી મોડ્યૂલને લઈને જઈ રહ્યું હતું. આ રોકેટ લગભગ 23 ટનનું છે. તેની ઊંચાઈ 59 ફુટ છે. પણ આ સ્પેસમાં જતા પહેલા જ બેકાબૂ થઈ ગયું અને હવે નીચે જમીન પર આવી રહ્યું છે. હકીકતમાં ચીન સ્પેસ સાયન્સમાં પણ આગળ નિકળી જવાની હોડમાં લાગેલૂ છે, પણ તમામ વખત તેમની કોશિશ બિન જવાબદાર હરકતોના કારણે ફેલ થતી દેખાઈ રહી છે. આ બિન જવાબદારભરી હરકતો દુનિયા માટે મુશ્કેલીઓનું કારણ બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં આ ત્રીજી ઘટના છે, જ્યારે દુનિયાના વૈજ્ઞાનિકો પરેશાન થયા છે.