હવે ડિજિટલ મીડિયા પર સરકારના કંટ્રોલમાં આવશે
સંસદના સત્રમાં નવા કાયદામાં અમેંડમેંટ થશે
બિલને મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવવા પડશે
આગામી અઠવાડીયે શરૂ થતા સંસદના સત્રમાં સરકાર મીડિયા રજીસ્ટ્રેશન માટેના નવા કાયદામાં ડિજિટલ મીડિયાને પણ શામેલ કરી રહી છે. આ અગાઉ ક્યારેય ડિજિટલ મીડિયાને સરકારી રેગ્યુલેશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. આ બિલને મંજૂરી મળ્યા બાદ ન્યૂઝ સાઈટ્સ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. જો આવું કરશે, તો ફક્ત રજીસ્ટ્રેશન તો કેન્સલ થશે, પણ સાથે સાથે તેમના પર ભારે દંડ પણ લગાવામા આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને પીરિયોડિકલ્સ બિલના રજીસ્ટ્રેશનમાં અમેંડમેંટને લઈને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે અંતર્ગત પહેલી વાર ડિજિટલ મીડિયાને સામેલ કરવામા આવી રહ્યું છે. હવે તેના દાયરામાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ દ્વારા પબ્લિશ થનારા સમાચારોને સામેલ કરવામાં આવશે. આ બિલ આવ્યા બાદ હવે ડિજિટલ સમાચાર પબ્લિશર્સને રજીસ્ટ્રેશન માટે અપ્લાઈ કરવાનું રહેશે અને આ કામ કાયદો લાગૂ થયાના 90 દિવસની અંદર અંદર કરવાનું રહેેશે.
આ કાયદો લાગૂ થયા બાદ ડિજિટલ સમાચાર પબ્લિશર્સને પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે રજિસ્ટ્રેશન માટે અપ્લાઈ કરવાનું રહેશે. આ ઉપરાંત સરકારે બનાવેલા નિયમોનું કોઈ ડિજિટલ પબ્લિશર્સ ઉલ્લંઘન કરશે તો તેના પર કાર્યવાહી કરશે. આ કાર્યવાહી કરવાનો અધિકાર પ્રેસ રજિસ્ટ્રારની પાસે રહેશે. દોષિ જણાતા પબ્લિશર્સનું રજીસ્ટ્રેશન કેન્સલ થશે અને તેના પર દંડ પણ લાગશે.
આ કાયદો આવ્યા પહેલા અત્યાર સુધી ડિજિટલ મીડિયા કોઈ કાયદો અથવા રેગ્યુલેશન અંતર્ગત આવતુ નહોતું. હવે આ અમેંડમેંટ બાદ ડિજિટલ મીડિયા ડાયરેક્ટ સૂચના અને પ્રસારણ મંત્રાલયના કંટ્રોલમાં આવી જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય પ્રેસ કાઉંસિલના પ્રેસિંડેંટની સાથએ એક અપીલીય બોર્ડની યોજના બનાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી પીએમઓ અને અન્ય સ્ટેકહોલ્ડર્સે આ બિલને મંજૂરી આપી નથી.