કાશ્મીરમાં આતંકવાદીઓની વધતી જતી કટ્ટરતાને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી
મંગળવારે જ એક કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની શાળાની અંદર જ હત્યા કરવામાં આવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવ્યા
કેન્દ્ર સરકારે કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓની વધતી જતી કટ્ટરતાને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. 3 દિવસમાં 2 હિન્દુ નાગરિકોની હત્યા કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) એક્શન મોડમાં આવ્યા છે. કુલગામમાં હિંદુ બેંક મેનેજરની હત્યાના થોડા સમય બાદ અમિત શાહ NSA અજીત ડોભાલને મળ્યા હતા અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં RAW ચીફ સુમંત ગોયલ પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. ગૃહમંત્રીએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે.
છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓએ ઘાટીમાં ષડયંત્રને અંજામ આપવાનું શરૂ કર્યું છે. આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. મંગળવારે જ એક કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની શાળાની અંદર જ હત્યા કરવામાં આવી હતી. આજે ગુરુવારે આતંકવાદીઓએ ફરી એક સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યું. રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી વિજય કુમારને બેંકની અંદર ગોળી મારી દેવામાં આવી હતી. વિજય કુલગામની ઈલાકાહી દેહાતી બેંકમાં મેનેજર હતા.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે, આતંકવાદીઓએ ધોળા દિવસે એક બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાનનો રહેવાસી વિજય કુમાર કુલગામના આરેહ વિસ્તારમાં બેંક મેનેજર તરીકે કામ કરતો હતો. આ આતંકી હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
જેમાં એક આતંકી બેંકના ગેટથી ફાયરિંગ કરતો જોવા મળે છે. બીજી તરફ કાશ્મીરમાં હિન્દુઓની સતત હત્યાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું 90નો યુગ ફરી પાછો ફરી રહ્યો છે? તેથી, ટ્વિટર પર, દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે મોડું થાય તે પહેલાં તમારે ત્યાં કેટલાક કડક પગલાં લેવા જોઈએ.
જિંદાલે પોતાના પત્રમાં કહ્યું કે મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 7 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. આ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી મેના રોજ આતંકવાદીઓએ કુલગામમાં એક હિન્દુ શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેણે કહ્યું, મે મહિનામાં સ્કૂલ ટીચરની પહેલા ત્રણ કાશ્મીરી નાગરિકો અને ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ 1989-90ની ઘટનાઓની યાદ અપાવે છે