ઝારખંડના પારસનાથમાં સ્થિત જૈન સમુદાયના પવિત્ર યાત્રાધામ સમેદ શિખર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, તે હવે પ્રવાસી વિસ્તાર રહેશે નહીં. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં તમામ પર્યટન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વિટર દ્વારા આની જાણકારી આપી છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે ત્રણ વર્ષ પહેલા જારી કરેલા આદેશને પાછો ખેંચી લીધો છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા આજે 5 જાન્યુઆરીએ જારી કરાયેલા બે પાનાના પત્રના બીજા પાના પર લખવામાં આવ્યું છે કે, “ઈકો-સેન્સિટિવ ઝોન નોટિફિકેશનની કલમ-3ની જોગવાઈઓના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ છે, જેમાં અન્ય તમામ પર્યટન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ. તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારને તાત્કાલિક તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.”
કેન્દ્ર સરકારે મોનિટરિંગ કમિટીની રચના કરી હતી. રાજ્ય સરકારને જૈન સમુદાયના બે સભ્યો અને સ્થાનિક આદિવાસી જૂથમાંથી એક સભ્યને સમિતિમાં જોડાવા માટે કાયમી સભ્ય તરીકે આમંત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે.