ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે CTETની પરીક્ષા
સમગ્ર દેશમાં 20 ભાષામાં યોજાશે આ પરીક્ષા
CBSEએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) CTET 2022 ની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે. દેશભરમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર CBT મોડમાં આયોજીત થશે. બોર્ડ ઉમેદવાર માટે એડમિટ કાર્ડ અને પરીક્ષા તારીખની ઘોષણા કરશે. સત્તાવાર નોટિસ અનુસાર પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષામાં આયોજીત થશે.
આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને પણ સત્તાવાર નોટિસ જોઈ શકશે. સત્તાવાર નોટિસ અનુસાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ડિસેમ્બર 2022માં સીબીટી મો઼ડમાં કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં આયોજીત થશે. વિસ્તૃત પરીક્ષા, પાઠ્યક્રમ, ભાષા, પાત્રતા માપદંડ, પરીક્ષા ફી, પરીક્ષા શહેર અને મહત્વની તારીખે માટે જાણકારી ટૂુંક સમયમાં સત્તાવાર વેબસાઈટ https://ctet.nic.in પર જાહેરાત થશે. અરજી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચી લેશો.
ઈચ્છુક ઉમેદવાર ફક્ત સીટીઈટી વેબસાઈટ એટલે https://ctet.nic.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી તારીખ,અરજી પ્રક્રિયાની સૂચના સમય દરમિયાન આપવામાં આવશે. પેપર-1 અથવા 2 માટે સામાન્ય ઓબીસી વર્ગ માટે પરીક્ષા ફી 1000 રૂપિયા તથા પેપર 1 અને 2 બંને માટે એસસી-/એસટી માટે 1200 છે. વિકલાંગ વ્યક્તિ, પેપર 1 અથવા પેપર 2 માટે અરજી ફી 500 રૂપિયા અને બંને પેપર 1 અને 2 માટે 600 રૂપિયા છે. ઉમેદવાર તેના માટે સંબંધિત સત્તાવાર જાણકારી માટે વેબસાઈટ ચેક કરતા રહેવું.