CBSE બોર્ડે આજે ધોરણ 10 રિઝલ્ટ ઘોષિત કરી દીધા
બોર્ડે હાલમાં જ પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કર્યું છે
ધોરણ 10ના રિઝલ્ટ ચેક કરી શકે અને ડાઉનલોડ પણ કરી શકે છે
CBSE બોર્ડે આજે ધોરણ 10ની ટર્મ 2 ફાઈનલ રિઝલ્ટ ઘોષિત કરી દીધા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આ રિઝલ્ટ જાહેર કર્યા છે. તેને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર ચેક કરી શકો છો. આ વર્ષે 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષની માફક, સીબીએસઈ બોર્ડ પરીક્ષા પરિણામ લિંક ડિજિલોકર એપ અને વેબસાઈટ digilocker.gov.in પર મળી રહેશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાની માર્કશીટ, સર્ટિફિકેટ અને માઈગ્રેશ સર્ટિફિકેટ પણ ડિજિલોકર દ્વારા જાહેર કર્યા છે.
સીબીએસઈ પોતાની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ધોરણ 10ના પરિણામ જાહેર કરે છે. બોર્ડે હાલમાં જ પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કર્યું છે. વિદ્યાર્થી તેના ઓફિશિયલ પોર્ટલ parikshasangam.cbse.gov.in પર પણ સીબીએસઈ ધોરણ 10ના રિઝલ્ટ ચેક કરી શકે અને ડાઉનલોડ પણ કરી શકે છે.
ધોરણ 10ના પરિણામ ડિજિલોકર એપ પર કેવી રીતે ચેક કરી શકાય
- વિદ્યાર્થી, સ્માર્ટફોનમાં ડિજિલોકર વેબસાઈટ digilocker.gov.in પર જઈ શકે છે અથવા તો તેને પ્લે સ્ટોરમાં ડિજિલોકર એપ ડાઉનલોડ કરી શકે છે
- હોમ પેજ પર સાઈન અપ લિંક પર ક્લિક કરે
- પોતાનું નામ (જે આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે) જન્મતારીખ, કેટેગરી, વેલિડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર અને 6 અંકનો સિક્યોરિટી પિન નંબર નોંધો
- માંગવામાં આવેલી તમામ વિગતો ભર્યા બાદ યુઝરનેમ સેટ કરો
- અકાઉન્ટ ક્રિએટ થયા બાદ ‘CBSE Class 10 result 2022’ લિંક પર ક્લિક કરો
- પોતાનો રોલ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નોંધો, આપનું રિઝલ્ટ સ્ક્રિન પર આવી જશે
- તેને ચેક કરીને ડાઉનલોડ કરો અને ત્યાર બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી લો