આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું
CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in પર જોઈ શકશે
નવેમ્બર-ડિસેમ્બર 2021માં CBSE પરીક્ષા યોજાઇ હતી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. આથી, જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે તેઓ પોતાના પરિણામને CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in પર જોઈ શકશે.
CBSE Class 12 results | Girls outshine boys with overall pass percentage of 94.54%, while boys secured 91.25% pic.twitter.com/cZqXQEyfAp
— ANI (@ANI) July 22, 2022
વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઇન માર્કશીટ CBSEની ઓફિશીયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે પરંતુ ઓરિજનલ માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ થોડી રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓએ પરિણામ મળ્યાના થોડાં જ દિવસ બાદ પોતાની સ્કૂલે જઇને પોતાની માર્કશીટ અને સર્ટિફિકેટ મેળવી શકશે. એ સિવાય, ડિજિલોકર એપ અથવા વેબસાઇટ પર જઇને CBSE રિઝલ્ટ, માર્કશીટ અને સર્ટિફિકેટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષામાં 94.54% વિદ્યાર્થીનીઓ પાસ
પરીક્ષામાં 91.25% વિદ્યાર્થીઓ થયા પાસ
નવેમ્બર-ડિસેમ્બર 2021માં CBSE પરીક્ષા યોજાઇ હતી