ટાટા પાવર પ્રોજેક્ટ લાંચ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી
ટાટા પાવર પ્રોજેક્ટના 5 સિનિયર અધિકારીઓની કરી ધરપકડ
પાવર ગ્રિડ કોર્પોરેશનના એક એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પણ સામેલ
ટાટા પાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરતા છ અધિકારીઓને ઝડપી પાડ્યાં છે. ધરપકડ કરવામાં આવેલા ટાટા પ્રોજેક્ટ એક્ઝિક્યુટીવના અધિકારીઓમાં એક્ઝિક્યુટીવ વીપી દેશરાજ પાઠક, આસિ.વીપી આરએન સિંહ સહિતના બીજા અધિકારીઓ સામેલ છે. સીબીઆઈએ ધરપકડ બાદ તમામ છ આરોપીઓને પંચકૂલાની કોર્ટમાં રજૂ કર્યાં હતા જ્યાં તેમના રિમાન્ડની માગ કરી હતી.
સીબીઆઈએ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદમાં દરોડા પાડ્યાં હતા અને અધિકારીઓ પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પકડી પાડ્યાં હતા.
સીબીઆઈએ એવો ખુલાસો કર્યો છે કે નોર્થ ઈસ્ટર્ન રિજિયોનલ પારવર સિસ્ટમ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટમા ભ્રષ્ટાચારના આરોપસર 6 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે અને દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.