CBI: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મણિપુર વંશીય હિંસા દરમિયાન બિષ્ણુપુર પોલીસ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો અને દારૂગોળાની લૂંટમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. સીબીઆઈએ તાજેતરમાં ગુવાહાટી, આસામમાં કામરૂપ (મેટ્રોપોલિટન) માં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેની ચાર્જશીટ દાખલ કરી.
લૈશરામ પ્રેમ સિંહ, ઘુમુકચમ ધીરેન ઉર્ફે થપકાપા, મોઇરાંગથેમ આનંદ સિંહ, અથોકપમ કાજીત ઉર્ફે કિશોરજીત, લૌકરકપમ માઈકલ મંગંગચા ઉર્ફે માઈકલ, કોંથૌજમ રોમોજિત મેતી ઉર્ફે રોમોજીત અને કીશમ જોન્સન ઉર્ફે જોનસન નામના આરોપી છે.
લૂંટની આ ઘટના ગયા વર્ષે બની હતી
ટોળાએ ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ બિષ્ણુપુરના નરસિના ખાતે 2જી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન હેડક્વાર્ટરના બે રૂમમાંથી 300 શસ્ત્રો, 19,800 ગોળીઓ અને અન્ય વસ્તુઓની લૂંટ કરી હતી. ચુરાચંદપુર તરફ કૂચ કરવા માટે નરસિના ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી, જ્યાં આદિવાસીઓ 3 મેના રોજ રાજ્યમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં માર્યા ગયેલા સમુદાયના લોકોને સામૂહિક દફન કરવાની યોજના બનાવી રહ્યા હતા.