રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સંસદ ભવન સંકુલમાં આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી અને અન્ય નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું મહાપરિનિર્વાણ દિવસ પર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મને દેશ પ્રત્યેની તેમની અનુકરણીય સેવા યાદ છે. તેમના સંઘર્ષોએ લાખો લોકોને આશા આપી અને ભારતને આવું સર્વગ્રાહી બંધારણ આપવાના તેમના પ્રયાસોને ક્યારેય ભૂલી શકાય નહીં.
Delhi | President Droupadi Murmu, Prime Minister Narendra Modi and other ministers and dignitaries pay tribute to Dr BR Ambedkar at the Parliament, on his death anniversary today. pic.twitter.com/gZAryQZhg9
— ANI (@ANI) December 6, 2022
ઉપપ્રમુખ જગદીપ ધનખરે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, બાબાસાહેબ એક મહાન સમાજ સુધારક અને ન્યાયશાસ્ત્રી હતા જેમણે પીડિતોના કલ્યાણ માટે ઊંડી ચિંતા દર્શાવી હતી અને જાતિના અવરોધો અને અસમાનતાને દૂર કરવા માટે શક્ય તેટલું બધું કર્યું હતું. બંધારણના નિર્માણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે દેશ તેમનો ઋણી છે.