બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ દીપાંકર દત્તાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. CJI DY ચંદ્રચુડે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દત્તાએ શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 28 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ 34 જજ હોઈ શકે છે.
કોણ છે જસ્ટિસ દીપાંકર દત્તા?
જસ્ટિસ દત્તાનો જન્મ 9 ફેબ્રુઆરી 1965ના રોજ થયો હતો. જસ્ટિસ દત્તા આ વર્ષે 57 વર્ષના થયા. તેમનો કાર્યકાળ 8 ફેબ્રુઆરી 2030 સુધી રહેશે. સુપ્રીમ કોર્ટમાં નિવૃત્તિની ઉંમર 65 વર્ષ છે. તેમના નામની ભલામણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તત્કાલિન ન્યાયમૂર્તિ યુયુ લલિત (નિવૃત્ત)ના નેતૃત્વ હેઠળની કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી.
કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સ્વર્ગસ્થ સલિલ કુમાર દત્તાના પુત્ર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અમિતાવ રોયના સાળા, જસ્ટિસ દત્તા અગાઉ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા.