સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનમાં પણ આગ અને તોડફોનની ઘટના થઈ હતી.
હૈદરાબાદ મેટ્રો રેલની ત્રણ લાઈનો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કુલ 17 રાઉંડ ફાયરિંગ થયું હતું
સેનામાં ભરતી માટે બનાવામાં આવેલી અગ્નિપથ યોજનામાં સરકાર દ્વારા એજ લિમિટ વધાર્યા બાદ પણ પ્રદર્શનો શાંત થવાનું નામ નથી લેતા. યુપી અને બિહારમાં પ્રદર્શનકારીઓએ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી તેમજ કેટલીય જગ્યાએ ટ્રેક અને રસ્તા જામ કર્યા હતા. તો વળી યુપીના બલિયામાં સવાર પાંચ વાગ્યાથી પ્રદર્શન શરૂ થઈ ગયા હતા અને અહીં કેટલીય ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે.ફિરોઝાબાદમાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર 4 બસોમાં તોડફોડ કરીને જામ કરાવ્યો હતો. હરિયાણાના નારનૌલમાં પણ યુવાઓએ જામ કર્યું હતું. તેલંગણાના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનમાં પણ આગ અને તોડફોનની ઘટના થઈ હતી. L&T મેટ્રો રેલ લિમિટેડ હૈદરાબાદે જણાવ્યું હતું કે, શહેરમાં અમુક ગરબડના કારણે હૈદરાબાદ મેટ્રો રેલની ત્રણ લાઈનો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કુલ 17 રાઉંડ ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એક શખ્સનું મોત પણ થઈ ગયું છે. તો વળી 13 લોકો ઘાયલ થઈ ગયા હતા. તેમાંથી એક શખ્સની હાલત અત્યંત ગંભીર છે. પહેલા જાણકારી આવી હતી કે, સિકંદરાબાદમાં કુલ બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર હતી, તેમાંથી એકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ પ્રદર્શનને જોતા ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે, ત્યાં સીઆરપીએફની ત્રણ કંપનીઓ મોકલવામા આવશે.