મહારાષ્ટ્રમાં દંગલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના દિલ્હીમાં ધામા
દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહ સાથે કરશે બેઠક
રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે જણાવી શકે છે
મહારાષ્ટ્રના રાજકીય નાટકમાં અત્યાર સુધીમાં પડદા પાછળથી દોરી સંચાર કરી રહેલા ભાજપે હવે સ્ટેજ પર વિધિવત્ત એન્ટ્રીની તૈયાર કરી લીધી છે. બીજ તરફ શિવસેનાથી બળવો કર્યો બાદ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારને ઉથલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રની રાજકીય લડાઈ હવે મુંબઈ અને ગુવાહાટીથી દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળવા દિલ્હીમાં ધામા નાખ્યા છે જ્યારે શિંદે શિવસેના પર દાવો ઠોક્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ૧૭૦ ધારાસભ્યોનું પોતાને સમર્થન હોવાના દાવા સાથે આવતીકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે. ભાજપના આ દાવા બાદ રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે જણાવી શકે છે. બીજી બાજુ શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેએ આજે કહ્યું હતું કે તેઓ મુંબઈ જશે અને “બાળાસાહેબ ઠાકરેના વારસાને આગળ વધારશે”. શિંદેએ ગુવાહાટીમાં એક હોટલની બહાર મીડિયાને કહ્યું, “ગુવાહાટીમાં મારી સાથે 50 લોકો છે, તેઓ પોતાની મરજીથી અને હિન્દુત્વ માટે આવ્યા છે. અમે બધા જલ્દી જ મુંબઈ જઈશું.”