મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ
ધારાસભ્યોને ઇમ્ફાલ લઇ જવાની તૈયારીઓ
એકનાથ સિંદે સહિત 40 mla હાલ ગુવાહાટીમાં
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ લાવનારા એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સાથે કડક બંદોબસ્ત વચ્ચે ગુવાહાટીની હોટલમાં ડેરો જમાવીને બેઠા છે.આ વચ્ચે સમાચારો એવા પણ સામે આવી રહ્યા છે શિંદેએ તમામ ધારસભ્યોને ઇમ્ફાલ મોકલવાની તૈયારીઓ કરી લીધી છે. બસ ખાલી મહારાષ્ટ્રમાં સરકાર અને પાર્ટીઓ વચ્ચે મળનારી બેઠકોના પરિણામની રાહ જોવાઇ રહી છે.
મહત્વનું છે કે એકનાથ શિંદે બુધવારે સવારે 40 ધારાસભ્યો સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. રેડિસન બ્લુ હોટેલ તેઓ રોકાયા છે. હોટલની અંદર અને બહાર આસામ પોલીસની સુરક્ષા સાથે CRPF પણ તૈનાત કરવામાં આવી છે. મીડિયાને અહીં પ્રવેશવાની મનાઇ છે. હોટલની અંદરથી માત્ર પોલીસ અધિકારીઓના વાહનો જ પસાર થઈ શકે છે.
એકનાથ શિંદે હોટલની અંદર ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. સાંજ સુધી સૌ કોઈ બેઠકના પરિણામની રાહ જોઈ રહ્યા છે. શિંદે દાવો કરે છે કે હવે તેમની પાસે 40 ધારાસભ્યો છે અને સાંજ સુધીમાં 50 થવાની ધારણા છે. આ તમામ 40 ધારાસભ્યોની સહી કરાવવામાં આવી છે કે તેઓએ મહારાષ્ટ્ર સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે. આ પત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલને મોકલવામાં આવશે. સાંજે તમામ ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યપાલ સાથે વાત કરશે. ભાજપે તો એવી તૈયારી પણ કરી લીધી છે કે જો અહીં કોઈ સમસ્યા હશે તો પ્લાન-બી હેઠળ તમામ ધારાસભ્યોને ગુવાહાટીથી ઈમ્ફાલ લઈ જવામાં આવશે.
આ સમયે આસામના સીએમ પાસે એક મહત્વનો ટાસ્ક છે. કોઇપણ ધારાસભ્ય મહારાષ્ટ્રી સરકાર કે કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં ન હોવો જોઇએ. જો હિમંત બિસ્વાહ આ કરવામાં સફળ થશે તો આ સફળતાનો ચહેરો શ્રેય તેમના શિરે જશે. મહત્વનું છે કે ધારાસભ્યોને ગુવાહાટી લાવવાનો નિર્ણય ઉત્તર પૂર્વની રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આસામમાં બીજી વખત ભાજપની સરકાર છે. ઉત્તર પૂર્વના બાકીના રાજ્યોમાં પણ ભાજપની સ્થિતિ મજબૂત છે. આ ઘટના અને આસામ ભાજપની ભૂમિકા આ રાજ્યોમાં પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે.