દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના આઝાદ માર્કેટમાં એક જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલુ હતું. જે આજે તૂટી પડી. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે શું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરતા પહેલા એનઓસી લેવાઈ હતી?
Saturday, 5 April 2025
Trending
- BSNL માં 55 લાખ નવા ગ્રાહકો જોડાયા, કેન્દ્રીય મંત્રીએ કંપની વિશે મહત્વપૂર્ણ માહિતી આપી
- વોટ્સએપે વોઇસ અને વિડીયો કોલ માટે 3 અદ્ભુત ફીચર્સ રજૂ કર્યા છે, તમને એક નવો અનુભવ મળશે
- સૂર્યકુમાર યાદવે ખાસ ‘સદી’ પૂર્ણ કરી, કિરોન પોલાર્ડ તરફથી ભેટ મળી
- રિટાયર્ડ આઉટ અને રિટાયર્ડ હર્ટ વચ્ચે શું મોટો તફાવત છે, અહીંયા વાંચી લ્યો આખી માહિતી
- કોચ કે કેપ્ટન તિલક વર્માને કોણે કરાવ્યો રિટાયર્ડ આઉટ; મેચ પછી ખુલાસો થયો
- પૈસા નથી તો, સારવાર નથી, પુણેની હોસ્પિટલે ગર્ભવતી મહિલાને દાખલ ન કરી, CM ફડણવીસે આપ્યો આ આદેશ
- દિલ્હીવાસીઓ માટે મોટા સમાચાર, આજથી લાગુ થશે આયુષ્માન યોજના, જાણો કેટલા લાખ રૂપિયાનો આરોગ્ય વીમા કવર મળશે?
- “કોઈ મસ્જિદને સ્પર્શ કરવામાં આવશે નહીં”, વક્ફ બિલ પર ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન