ઓક્ટોબર 2022થી આ નિર્ણયનો અમલ થશે
રિફાઈનરીઓ દેશમાં કોઈને પણ ક્રૂડ વેચી શકશે
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. સરકારે દેશમાં ઉત્પાદિત થનારા ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિબંધ હતો. આ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે હવે ઓઈલ શોધતી અને ઉત્પાદિત કરતી કંપનીઓ દેશમાં કોઈ વ્યક્તિ કે ખાનગી અને સરકારી કંપનીઓને તેમનું ક્રૂડ વેચી શકશે જોકે તેઓ તેમના દ્વારા ઉત્પાદિત ક્રૂડ વિદેશ નહીં મોકલી શકે. ઉલ્લેખનીય છે કે દેશનું 85 ટકા ક્રૂડ ઓઈલ બહારથી એટલે વિદેશમાંથી આવે છે પરંતુ હવે દેશમાં પણ ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ થઈ રહેશે.
સ્થાનિક ક્રૂડ ઓઈલ વેચાણ પ્રતિબંધ હટાવવાની શું અસર પડશે તે વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નીચેની માહિતી આપી.
• આ નિર્ણયથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. તે સેક્ટરમાં માર્કેટિંગ અને પ્રાઇસિંગ સુધારા તરફ દોરી જશે.
• સેસ અને રોયલ્ટી સહિતની આવકની ગણતરી એકસમાન ધોરણે થતી રહેશે.
• એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કંપનીઓ સ્થાનિક બજારમાં ખેતરોમાંથી ક્રૂડ ઓઇલ વેચવા માટે સ્વતંત્ર છે.
• રિફાઇનરીઓ પાસે તેઓ જે તેલનું ઉત્પાદન કરે છે તેની નિકાસ કરવાની મંજૂરી નથી, તેઓ ફક્ત દેશની અંદર જ વેચી શકે છે.
• અગાઉ રિફાઇનરીઓ ક્રૂડ ઓઈલ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જ વેચી શકતી હતી. પરંતુ હવે ક્રૂડની શોધ અને ઉત્પાદન કરતી કંપનીઓ દેશમાં કોઈને પણ ક્રૂડ ઓઈલ વેચી શકે છે.
• જે પણ સ્થાનિક રિફાઇનરીઓ ઉત્પાદન કરશે તેને સરકારી અને ખાનગી બંને એકમોને વેચવાની મંજૂરી આપવામાં આવશે
કંપનીઓ ખાનગી અને સરકારી કંપનીઓને ક્રૂડ ઓઈલ વેચી શકશે
સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો સૌથી મોટો લાભ સ્થાનિક કંપનીઓને થશે જેઓ તેમના દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ ખાનગી અને સરકારી કંપનીઓને વેચી શકશે.
દેશમાં સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ
સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટતા પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે.