કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય
હવે બોર બનાવવા માટે સરકારની લેવી પડશે મંજૂરી
બોરવેલ માટે રૂ.10 હજારનો ચાર્જ ભરી લેવી પડેશે NOC
હવે ઘરેલું અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકરની જળ સંપતિ વિભાગે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે જેના માટે નાગરિકોએ રૂ.10 હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી NOC લેવી પડશે. જેમાં રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો , સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકાર પાસે થી મંજૂરી અને NOC લેવી પડશે
સરકારે આ પોલિસી અંતર્ગત સિંચાઈ માટે વપરાતા બોરવેલને NOCમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ કેન્દ્ર સરકારની જળ સંપત્તિ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું જલ્દીથી અમલવારી થાય તે માટે તમામ મુખ્ય સચિવને પત્ર લખવામાં આવશે.
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. આ સાથે જેમને પહેલાથી જ બોરવેલ છે તેમણે પણ મંજૂરી મેળવવી પડશે. આ સાથે બોરવેલ વગર પાણી ઉપયોગ કરતા લોકોને NOCની જરૂર નથી .
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય અંતર્ગત નાગરિકોને બોરવેલ અંગેની અરજી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે