મીડિયા હવે ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો દર્શાવી નહીં શકે
પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાને લાગુ પડશે
સરકારે જણાવ્યું સટ્ટાબાજી અને જુગાર યુવાનો અને બાળકો માટે જોખમ
કેન્દ્ર સરકારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયા માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર જાહેરખબરથી દૂર રહેવાની સલાહ આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.એડવાઈઝરી અનુસાર, ઓનલાઈન સટ્ટાબાજી પરની આ જાહેરાતો આ મોટાપાયે પ્રતિબંધિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની અસર ધરાવે છે.
ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી હોય છે, અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અંતર્ગત જારી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ, 1995 હેઠળની જાહેરાત સંહિતા અને પત્રકારત્વના આચારના ધોરણો હેઠળ જાહેરખબરના ધોરણો સાથે કડક રીતે સુસંગત હોય એવું જણાતું નથી.
એડવાઈઝરી વ્યાપક જાહેર હિતમાં જારી કરવામાં આવી છે અને તેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પ્રકાશિત કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમાં ઓનલાઈન જાહેરાત મધ્યસ્થી અને પ્રકાશકો સહિત ઓનલાઈન અને સોશિયલ મીડિયાને ભારતમાં આવી જાહેરાતો પ્રદર્શિત ન કરવા અથવા ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતો માટે નિશાન ન બનાવવાની સલાહ પણ આપવામાં આવી છે.