પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનું એક મોડલ માટે કુલ 282 બોલી લગાવામાં આવી છે. આ મંદિરનુ મોડલ લાકડાથી બનેલું છે. ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં જ્યારે કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ધાટન થઈ રહ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીને આ રેપ્લિકા ભેટમાં આપી હતી. હાલમાં પીએમ મોદીને ભેટમાં આપવામાં આવેલ ગિફ્ટ સહિત કુલ 1200થી વધારે કિંમતી વસ્તુઓ અને સ્મૃતિ ચિન્હોની ઓનલાઈન હરાજી થઈ રહી છે. કહેવાય છે કે, હરાજીમાં સૌથી વધારે 282 બોલી કાશી વિશ્વનાથ ધામના મોડલની લાગી છે.
કાશી વિશ્વનાથ મંદિરની રેપ્લિકા માટે શરુઆતી બોલી 16,200 રૂપિયા લગાવામાં આવી હતી. જો કે, અત્યાર સુધીમાં તેની સૌથી ઉંચી બોલી 49.61 લાખ રૂપિયા રહી છે.તો વળી બ્રાઝીલમાં ડિફલિમ્પિક્સ (2022)માં 65 સભ્યોવાળી ભારતીય ટીમ દ્વારા ઓટોગ્રાફ કરવામાં આવેલી એક ટી-શર્ટ છે, જેની સૌથી વધારે બોલી લગાવી છે. આ ટી શર્ટ માટે 222 બોલી લાગી છે અને તેની કિંમત 47.69 લાખ રૂપિયા બોલી લાગી છે. થોમસ કપના ગોલ્ડ મેડલિસ્ટ કે. શ્રીકાંત દ્વારા ઓટોગ્રાફ કરવામાં આવેલી એક બેડમિન્ટન રેકેટની 212 બોલીયો લાગી હતી. જેની સૌથી વધારે કિંમત 48.2 લાખ રૂપિયા રહી હતી. આ બંને વસ્તુઓની બેસ પ્રાઈઝ 5 લાખ રૂપિયા છે.
સ્પોર્ટ્સ સાથે જોડાયેલ વસ્તુઓ પર બંપર બોલીઓ લાગી રહી છે. 25 રમત સાથે જોડાયેલી વસ્તુઓની શરુઆતી કિંમત 5 લાખ રૂપિયા છે, જો કે તેના માટે 10 લાખ રૂપિયાથી લઈને 47 લાખ રૂપિયા વચ્ચે બોલી લાગી ચુકી છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં પુરુષ અને મહિલા કુશ્તીબાજ ટીમ દ્વારા સાઈન કરવામાં આવેલા રેડ બોક્સિંગ ગ્લવ્ઝની એક જોડી માટે 181 બોલી લાગી હતી. તેની સૌથી વધારે બોલી 44.13 લાખ રૂપિયા રહી હતી, આ ઉપરાંત પંજાબ સ્વર્ણ મંદિર માટે 100 બોલી લાગી હતી. તેની સૌથી વધારે બોલી19.70 લાખ રૂપિયા રહી હતી. પીએમ મોદીને મળેલી ભેટની હરાજી 2 ઓક્ટોબર સાંજના 5 વાગ્યા સુધી થઈ હતી. જો કે, હાલમાં તેને 10 દિવસ વધું લંબાવામાં આવી છે.
સંસ્કૃતિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીને મળેલી ભેટની ઈ હરાજીની અંતિમ તારીખ વધારીને 12 ઓક્ટોબર કરી દેવામાં આવી છ. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ એક પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી કે, ભગવાન ગણેશની પ્રતિમા, અયોધ્યામાં બની રહેલા રામમંદિર અને વારાણસીના કાશ્ વિશ્વનાથ મંદિરની રેપ્લિકા પણ પ્રધાનમંત્રીને ગિફ્ટ કરવામાં આવેલી ભેટમાં સામેલ છે. જેની ઈ હરાજી થઈ રહી છે. આ હરાજીમાંથી મળતા રૂપિયા ‘નમામિ ગંગે’ મિશનને દાન કરવામાં આવશે.