બુધવારે આસામના દારંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુધવારે સવારે દારંગમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 7.54 વાગ્યે IST (ભારતીય સમય અનુસાર) 20 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
ભૂકંપનું અક્ષાંશ 26.55, રેખાંશ 92.13, ઊંડાઈ 20 કિમી હતી. રાહતની વાત એ છે કે ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા સોમવારે સાંજે મધ્ય આસામમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ભૂકંપ સાંજે 7.12 વાગ્યે અનુભવાયો હતો, જેનું કેન્દ્ર બ્રહ્મપુત્રાના દક્ષિણ કાંઠે પૂર્વ કાર્બી આંગલોંગ જિલ્લામાં જમીનથી 23 કિમી નીચે હતું.