આસામમાં પૂરને કારણે 54 લોકોના નિપજ્યા મોત
અત્યાર સુધીમાં 54 લોકોના મોત, 28 જિલ્લાના 18 લાખથી વધારે લોકો પ્રભાવિત
કેટલાય ગામડાએ જળસમાધી લીધી
છેલ્લા બે દિવસથી આસામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે પૂરની સ્થિતિ સર્જવા પામી છે. જેમાં ઘણા લોકો ઘર વિહોણા થયા છે, તો ઘણા લોકોના મોત નિપજ્યા છે. અસમ સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ જાણકારી આપી છે કે, અસમમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. અસમના હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં મોતની યાદી મળી છે. રાજ્યમાં આ વર્ષે પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના જીવ ગયા છે.આસામમાં પુરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે.
રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પુરના પાણીથી પ્રભાવિત જિલ્લામાં 43338.39 હેક્ટર પાક જળમગ્ન થઈ ગયો છે. રાજ્યની કેટલીય જગ્યા પર બેકી, માનસ, પગલાડીયા, પુથિમારી, જિયા ભરાલી, કોપિલીમાં બ્રહ્મપુત્ર ન દીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.હાલમા 1,08,104 પુર પ્રભાવિત લોકો જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાપિત 373 રાહત શિબિરોમાં રહી રહ્યા છે. જેમાંથી એકલા બઝલી જિલ્લામાં 3.55 લાખ લોકો, દરાંગ જિલ્લામાં 2.90 લાખ, ગોલપાડામાં 1.84 લાખ, બારપેટામાં 1.69 લાખ, નલબાડીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.199 લાખ અને હોજઈમાં 1.05 લાખ લોકો પ્રભાવિત થયા છે.
તાજેતરના રિપોર્ટ મુજબ આસામમાં કામરૂપ જિલ્લામાં પુરની સ્થિતિ હજૂ પણ ખરાબ છે. પુરનું પાણી નવા વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે. જેનાથી 70,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે. સતત વરસાદથી બોરોલિયા નદી અને જિલ્લાની અન્ય મુખ્ય નદીનું જળસ્તર વધી રહ્યું છે. બોરોલિયા નદીમાં પાણીથી ગુરૂવારે ચૌમુખા બંધનો એક ભાગ તણાઈ ગયો હતો અને હાજો વિસ્તારમાં કેટલાય ગામડા પાણીમાં ગરકાવ થયા હતા.વાડપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાશે છે, ત્યારે વહેલી સવારે ગાંધીનગર ખાતેથી વડાપ્રધાને આસામના મુખ્યમંત્રી સાથે ફોન પાર વાત કરી હતી અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથેજ તેમણે આસામના મુખ્યમંત્રીને કેન્દ્ર તરફથી સહાય મળશે તેવી સહાનુભૂતિ આપી હતી.