ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ બરુણ કુમાર સિન્હા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.
બિહારમાં જાતિ ગણતરી કરાવવાના નીતિશ કુમાર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ અરજીને અગાઉની અરજી સાથે જોડીને 20 જાન્યુઆરીએ સુનાવણી કરવા પણ સંમતિ આપી છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ બરુણ કુમાર સિન્હા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. જેમાં અધિકારીઓને રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરતા અટકાવવાની માંગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે સમાન મામલો 20 જાન્યુઆરીએ સુનાવણી માટે કોર્ટમાં પહેલેથી જ સૂચિબદ્ધ છે.
પિટિશન પહેલા જ દાખલ કરવામાં આવી છે
અરજીકર્તા અખિલેશ કુમારે રાજ્યમાં જાતિ સર્વેક્ષણ કરવા માટે બિહાર સરકાર દ્વારા જારી કરાયેલ 6 જૂન, 2022ના નોટિફિકેશનને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વસ્તીગણતરીનો વિષય બંધારણની 7મી અનુસૂચિની યાદી-1 હેઠળ આવે છે અને માત્ર કેન્દ્ર પાસે જ કવાયત હાથ ધરવાની સત્તા છે.
પીઆઈએલનો આરોપ છે કે નોટિફિકેશન બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે જે કાયદા સમક્ષ સમાનતા અને કાયદા હેઠળ સમાન સુરક્ષાની જોગવાઈ કરે છે. અરજીમાં જણાવાયું હતું કે નોટિફિકેશન ગેરકાયદેસર, મનસ્વી, અતાર્કિક અને ગેરબંધારણીય છે.