આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની જાહેરાત કરી છે
અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે
મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે
સરકાર અગ્નિવીરોની ચિંતા હળવી કરવા વધુ એક જાહેરાત કરી છે જેમાં અગ્નિવીરોને સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ હવે સંરક્ષણ મંત્રાલયે પણ પણ બીજી મોટી જાહેરાત કરી છે.કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. ત્યાર બાદ આ નિર્ણય અમલમાં આવશે.અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે.
આજે સવારે બોવલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા ‘ફોર્મેટ’ હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર, CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.