300 રૂપિયાને લઈને થયેલા વિવાદમાં વૃદ્ધે પત્ની, પુત્ર-પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધા
ગુસ્સે થયેલ વૃદ્ધે ત્રણ કલાક સુધી 40થી 45 રાઉન્ડ ફાયરિંગ કર્યા
બચાવવા આવેલા પોલીસ અને બે સિપાહી ઘાયલ
શ્યામનગરના સી-બ્લોકમાં રહેતા આરકે દુબે (60) શેર માર્કેટનું કામકાજ કરે છે. તેઓ ઘરમાં પોતાની પત્ની કિરન દુબે, મોટા પુત્ર સિદ્ધાર્થ, પુત્રવધૂ ભાવના અને દિવ્યાંગ પુત્રી ચાંદનીની સાથે રહે છે. તેમનો નાનો પુત્ર રાહુલ અને પુત્રવધૂ જયશ્રી અલગ રહે છે. આરકે દુબેનો રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે પુત્રવધૂ ભાવના સાથે વીજળીના બિલના 300 રૂપિયાને લઈને વિવાદ થયો. જે બાદ વૃદ્ધે પિત્તો ગુમાવી દીધો. તેમને પુત્રવધૂ સહિત વચ્ચે આવેલી તેમની પત્ની અને પુત્રને એક રૂમમાં બંધ કરી દીધા. બુમો પાડતાં કહ્યું કે આગ લગાડીને આખું ઘર ફુંકી મારીશ.
પુત્રવધૂ સાથેના વિવાદ પછી ગુસ્સે થયેલા સસરાએ 3 કલાક સુધી ઉપદ્રવ કર્યો. ગભરાયેલી પુત્રવધૂએ તાત્કાલિક પોલીસને જાણ કરી.ઘરેલુ વિવાદ સમજીને એક પોલીસ અને કેટલાંક સિપાહી જીપથી વૃદ્ધના ઘરે પહોંચ્યા હતા.ચકેરી પોલીસ વૃદ્ધના ઘરે પહોંચી તો તેમનો ગુસ્સો વધી ગયો. બુમો પાડતાં કહ્યું, “હું પોતે જ જુલમોનો શિકાર છું અને તમે લોકો મારા ઘરમાં મને જ પકડવા આવ્યા છો.” જે પછી વૃદ્ધ અંદર ગયા અને પોતાની ડબલ બેરલ બંદૂક ઉઠાવી, અને છત પર ચઢીને પોતાની લાયસન્સવાળી ડબલ બેરલ બંદૂકથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. લગભગ ત્રણ કલાક સુધી 40થી 45 રાઉન્ડ ફાયરિંગ કર્યા.
છરા લાગવાથી પોલીસ ઈન્ચાર્જ અને બે સિપાહી ઘાયલ થયા. જે બાદ પોલીસવાળા ત્યાંથી દૂર ભાગી ગયા. પોલીસને જોઈને વૃદ્ધ વધુ ગુસ્સે થયા,3 કલાક પછી DCP ઈસ્ટ પ્રમોદ કુમાર, ACP કેન્ટ મૃગાંક શેખર પાઠક, ADCP રાહુલ મિઠાસ અને છ પોલીસની ફોર્સ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.
પોલીસે આરકે દુબેની ધરપકડ કર્યા બાદ તેમની લાયસન્સવાળી ડબલ બેરલ બંદૂકનો કબજો લીધો. તપાસ કરી તો છત પરથી લગભગ ગોળીના 45 ખાલી ખોખા મળ્યાં અને 60થી વધુ જીવતા કારતૂસ. પુત્ર અને પુત્રવધૂએ જણાવ્યું કે આરકે દુબેની પાસે એક રિવોલ્વર પણ છે. પોલીસે આખું ઘર તપાસ્યું, પરંતુ રિવોલ્વર ન મળી.