સક્ષમ યુવાનોને અમારે ત્યાં ભરતીમાં મોકો આપવામાં આવશે.
સરકારી રેલ્વે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે.
અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોમાં ભારે નારાજગી છે.
અગ્નિપથ સ્કીમના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે. અને તેમણે કહ્યું છે કે, ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાનો મોકો મળશે. 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ હતી. ત્યારથી લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે, આ સ્કીમમાં પેન્શન ખતમ કરી દેવામાં આવ્યું છે. તો વળી સર્વિસને ફક્ત ચાર વર્ષ માટે મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. જે યોગ્ય નથી. સેવામાં જવા ઈચ્છુક ઉમેદવારના મનમાં અનેક સવાલો છે.
અગ્નિપથ સ્કીમના એલાન બાદ જેવી રીતે હિંસા ભડકી રહી છે. ગત વર્ષે જ્યારે આ સ્કીમ પર વિચાર થઈ રહ્યો હતો, ત્યારે અગ્નિવીરને જે અનુશાસન અને કૌશલ મળશે, તેને ઉલ્લેખનિય રીતે રોજગાર યોગ્ય બનાવામાં આવશે. આગળ લખવામાં આવ્યું છે કે ,મહિન્દ્રા ગ્રુપ આવી રીતે ટ્રેનિંગ લીધેલા, સક્ષમ યુવાનોને અમારે ત્યાં ભરતીમાં મોકો આપવામાં આવશે.કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં છંછેડાયેલા પ્રદર્શનની વચ્ચે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધને જોતા રેલ્વે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે
આરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને તમામ RPF યુનિટ્સને ઉપદ્રવીઓ અને તોફાન મચાવનારાઓ વિરુદ્ધ કડકાઈથી વર્તવાનો આદેશ આપ્યા છે. આદેશમાં એવું કહેવાયુ છે કે, રમખામ કરતા યુવાનો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામા આવશે. સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોમાં ભારે નારાજગી છે. યુવાનો સતત સરકાર પાસેથી આ યોજના પાછી લેવાની માગ કરી રહ્યા છે. જો કે, સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફ્રંસ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અગ્નિપથ સ્કીમ પાછી લેવામાં આવશે નહીં.