ઓમાનની રાજધાની મસ્કતમાં એર ઈન્ડીયાની એક ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો.
આ સમયે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ બેઠા હતા જેઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા જેમને તમામને વિમાનમાંથી સહિસલામત બહાર કાઢી લેવાયા હતા અને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓ સહિ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનની ખબર નથી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા બે મહિના પહેલા પણ કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડીયાની ફ્લાઈટને મસ્કત બાજુ ડાયવર્ટ કરવી પડી હતી.