અમુલની આ પ્રોડક્ટ્સ થઈ મોંઘી
અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો
અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલે 500 એમએલ છાશના પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે હાલ 1 લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.
આ ઉપરાંત અમુલે લસ્સીના 170 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 200 એમએલ લસ્સીના કપ પર કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આ ભાવ વધારો મંગળવારથી અમલમાં આવશે.