દેશના ટોચના ઉદ્યોગપતિ અને અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Jioના વડા આકાશ અંબાણીનું નામ Time100 Next – વિશ્વના ઉભરતા સ્ટાર્સની મેગેઝિનની યાદીમાં સ્થાન પામ્યું છે. આ યાદીમાં સ્થાન પામાન તેઓ એકમાત્ર ભારતીય છે. જોકે, આ યાદીમાં અન્ય ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ લીડર આમ્રપાલી ગાનનો પણ સમાવેશ થયો છે.
ટાઈમ્સે પોતાના ટોપ 100 ઈમર્જિંગ લીડર્સના લિસ્ટમાં આકાશ અંબાણીનો સમાવેશ કરતા લખ્યું કે “ભારતના ટોચના ઉદ્યોગપતિ પરિવારના યુવા ઉદ્યોગપતિ આકાશ અંબાણીને હંમેશા બિઝનેસમાં વધારો થવાની અપેક્ષા ધરાવતા હતા, પરંતુ આ સાથે સફળથા માટે તેઓ સખત મહેનત પણ કરી રહ્યા છે.”
30 વર્ષીય જુનિયર અંબાણીને જૂનમાં ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Jioના ચેરમેન તરીકે બઢતી આપવામાં આવી હતી, 426 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે, માત્ર 22 વર્ષની ઉંમરે તેમને બોર્ડની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારથી તેમણે કંપનીની હરણફાળમાં મોટો ફાળો આપ્યો છે અને ગૂગલ અને ફેસબુક સહિતના ટેક જાયન્ટ સાથે અબજો રુપિયાની ડીલ કરી છે.”
આ યાદીમાં અમેરિકન ગાયિકા SZA, અભિનેત્રી સિડની સ્વીની, બાસ્કેટબોલ ખેલાડી જા મોરેન્ટ, સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ, એક્ટર અને ટેલિવિઝન પર્સનાલિટી કેકે પામર અને પર્યાવરણ કાર્યકર્તા ફરવિઝા ફરહાનનો સમાવેશ થાય છે.
આમ્રપાલી ગાનને કન્ટેન્ટ સર્જકોની સાઇટ ઓન્લીફન્સના સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, જેનો ઉપયોગ મુખ્યત્વે પોર્નોગ્રાફી બનાવતી સેક્સ વર્કર્સ દ્વારા કરવામાં આવે છે, આ કંપનીને તેઓ સપ્ટેમ્બર 2020માં ચીફ માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ઓફિસર તરીકે જોડાયા હતા. ટાઈમ્સે તેમના માટે લખ્યું કે “તેમના નેતૃત્વ હેઠળ, OnlyFans એ સલામતી અને પારદર્શિતા કેન્દ્ર શરૂ કર્યું, અને પ્લેટફોર્મની લોકપ્રિયતા સતત વધી રહી છે.”