24 જૂને બાર પડશે એરફોર્સની ભરતીનું નોટિફિકેશન
ભરતી ચક્ર માટે પ્રવેશ ઉંમર વધારીને 23 કરી દેવામાં આવી છે.
ડિસેમ્બરથી અગ્નિવીરોની પ્રથમ બેંચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.
સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે, 2022ના ભરતી ચક્ર માટે પ્રવેશ ઉંમર વધારીને 23 કરી દેવામાં આવી છે. આ નિર્ણય આપણા ઊર્જાવાન અને દેશભક્ત યુવાનોને એક અવસર આપશે. જે કોવિડ મહામારી છતાં ભરતી રેલીઓમાં સામેલ થવાની તૈયારીમાં લાગેલા છે. જે છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે પ્રતિબંધો હતા, તેથી થઈ શકી નથી. સેનાના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું કે, આગામી બે દિવસની અંદર http://joinindianarmy.nic.in પર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. ત્યાર બાદ સેના ભરતી સંગઠન રજીસ્ટ્રેશન અને રેલીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરશે. જ્યાં સુધી ભરતી પ્રશિક્ષણ કેન્દ્રો પર જતા અગ્નિવીરોનો સવાલ છે ત્યાં સુધીમાં કેન્દ્ર પર ડિસેમ્બરથી અગ્નિવીરોની પ્રથમ બેંચની ટ્રેનિંગ શરૂ થઈ જશે. આપણા યુવાનોને અમે આહ્વાન કરવા માગીએ છીએ કે, ભારતીય સેનામાં અગ્નિવીરો તરીકે સામેલ થવા માટે આ અવસરનો લાભ ઉઠાવો.
PM મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેના હેઠળ સેનામાં શામેલ થઈ રહેલા યુવાઓની એવરેજ ઉંમરને ઘટાડવાનો પ્રયાસ હશે અને રક્ષાબળના ખર્ચમાં પણ ઘટાડો કરાશે. માહિતી પ્રમાણે હાલમાં સેનામાં જવાનની ઉંમર 32 વર્ષ છે જે હવે આ યોજનાથી 26 વર્ષ લાવવાનો પ્રયાસ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે યોજના હેઠળ ચાર વર્ષ સુધી યુવાઓ (અગ્નિવીર) સેનામાં ભરતી કરાશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના યુવાઓને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.આ યોજના હેઠળ યુવાઓને આશરે 30થી 40 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.