ગૃહ પ્રધાન અમિત શાહે વીડિયો ટ્વીટ કરી અગ્નિવીરોને ભાવિ લાભ વિશે જણાવ્યું.
ગૃહ મંત્રાલય દ્વારા લોકોને ઉશ્કેરવા માટે 35 વ્હોટ્સએપ ગ્રુપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો
હમણાં ઘણા દિવસો થી દેશના વિવિધ ભાગોમાં હિંસા થઇ રહી છે. ત્યારે બિહાર, તેલંગાણા સહિત કેટલાક રાજ્યોમાં વાહનો અને ટ્રેનોને સળગાવી દેવાની પણ ઘાટનાઓ ઘટી રહી છે જો કે સરકાર દ્વારા આ યોજનાના ફાયદાઓ સતત જણાવવામાં આવી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને કોસ્ટ ગાર્ડ જેવી સેવાઓમાં પણ અનામત આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રની રક્ષાની ભાવનાને સરકારનું સમર્થન મળી રહ્યું છે. CAPF, આસામ રાઇફલ્સ, કોસ્ટ ગાર્ડમને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા આરક્ષણ ઉપલબ્ધ રહેશે. હવે દેશની સેના અગ્નિવીરોના નવા જોશ અને જુસ્સાથી સજ્જ થશે.
भारत सरकार के विभिन्न मंत्रालयों, राज्यों की पुलिस व अनेक सरकारी विभागों ने 4 साल बाद अग्निवीरों के भविष्य को उज्ज्वल बनाने में अपना योगदान देने के लिए कई महत्वपूर्ण घोषणाएं की है।#BharatKeAgniveer pic.twitter.com/uKVFuOp8vB
— Office of Amit Shah (@AmitShahOffice) June 19, 2022
ગૃહમંત્રીના કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારત સરકારના વિવિધ મંત્રાલયો, રાજ્ય પોલીસ અને ઘણા સરકારી વિભાગોએ 4 વર્ષ પછી અગ્નિવીરોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
अग्निवीरों के राष्ट्र रक्षा के जज्बे को मिल रहा सरकार का साथ।
CAPFs, असम राइफल्स, Coast Guard और रक्षा सार्वजनिक उपक्रमों में मिलेगा 10% आरक्षण।
अब अग्निवीरों के नए जोश और जुनून से सुसज्जित होगी देश की सेना।#BharatKeAgniveer pic.twitter.com/VSSuIQlH76
— Office of Amit Shah (@AmitShahOffice) June 19, 2022
સંરક્ષણ મંત્રાલય હેઠળ કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા રિઝર્વેશન હશે. આ સાથે ગૃહ મંત્રાલય હેઠળ CAPF અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામત આપવામાં આવશે.
આ ઉપરાંત વધુમાં જણાવાયું છે કે ભારતીય નૌકાદળ હેઠળ મર્ચન્ટ નેવીમાં પ્રવેશ માટે 6 સેવા ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલય હેઠળની સેવામાં તાલીમને ગ્રેજ્યુએશન માટે ક્રેડિટ તરીકે માન્યતા આપવામાં આવશે. જણાવી દઈએ કે રવિવારે ત્રણેય સેનાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને અગ્નિપથ પ્લાન વિશે જાણકારી આપી હતી. આ દરમિયાન અગ્નિવીરોને કેવી રીતે લાભ મળશે તે જણાવવામાં આવ્યું હતું.