સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આશ્રમ ફ્લાયઓવરનું કર્યું ઉદ્ઘાટન. આ અવસરે તેમણે કહ્યું કે આ ફ્લાયઓવર ફરી શરૂ થયા બાદ દિલ્હી અને નોઈડાના મુસાફરોને હવે ટ્રાફિક જામનો સામનો કરવો પડશે નહીં.
- સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આશ્રમ ફ્લાયઓવરના વિસ્તરણને કારણે હવે નોઈડાથી એઈમ્સ પહોંચવામાં ઓછો સમય લાગશે.
- આ ફ્લાયઓવર બે મહિનાથી બંધ રાખવામાં આવ્યો હતો. આ ફ્લાયઓવર આશ્રમને દિલ્હી-નોઈડા એક્સપ્રેસ વે સાથે જોડે છે.
- આ દોઢ કિલોમીટર લાંબા ફ્લાયઓવરને કારણે હવે 14,000 જેટલા વાહનો પીક અવર્સમાં જામમાં ફસાઈ જવાથી બચી શકશે.
- આ ફ્લાયઓવરને કારણે હવે દક્ષિણ દિલ્હીથી નોઈડા પહોંચવામાં પહેલા કરતા 25 મિનિટ ઓછો સમય લાગશે.
- આ ફ્લાયઓવરનું વિસ્તરણ એટલા માટે કરવામાં આવ્યું છે કે દિલ્હી-નોઈડાના મુસાફરોને ટ્રાફિકથી ઘણી હદ સુધી રાહત મળશે.
- આ ફ્લાયઓવર ખુલ્યા પછી, મુસાફરોને હવે આશ્રમ અને DND વચ્ચે કોઈ ટ્રાફિક સિગ્નલ મળશે નહીં.
- આ છ લેન ફ્લાયઓવરને કારણે હવે દિલ્હી-નોઈડા વચ્ચેની મુસાફરી સિગ્નલ ફ્રી થઈ જશે.
- હાલમાં આ ફ્લાયઓવર પર માત્ર હળવા વાહનોને જ મંજૂરી છે.
- નિષ્ણાતોના મતે દિલ્હીના કુલ પ્રદૂષણમાં વાહનોના કારણે થતા પ્રદૂષણનો હિસ્સો 60 ટકા સુધીનો છે.
- આ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય જૂન 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ફ્લાયઓવરને પૂર્ણ કરવામાં કુલ 128.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.