શ્રીલંકાની સંસદમાં 44 વર્ષ બાદ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 3 નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર
રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારે 113 વોટ જોઈએ
શ્રીલંકાની સંસદ 44 વર્ષમાં પ્રથમ વાર આજે બુધવારે ત્રિકોણીય ટક્કરમાં ડાયરેક્ટ રાષ્ટ્રપતિ ચૂંટણી કરવા જઈ રહ્યું છે. જો કે, અંતિમ ક્ષણમાં રાજકીય સોગઠાબાજીના કારણે કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પર દુલ્લાસ અલ્હાપ્પેરુમાની લીડ થતી હોવાના સંકેતો મળી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ સાથે સાથે તેમની મૂળ પાર્ટીના મોટા ભાગના સાંસદોએ તેમને સમર્થન આપ્યું છે.
શ્રીલંકામાં ભયંકર આર્થિક સંકટની વચ્ચે લોકોએ થોડા દિવસ પહેલા ભારે હોબાળા સાથે પ્રદર્શન કર્યા હતા અને રાષ્ટ્રપતિ ભવન તથા પીએમ હાઉસ પર કબ્જો કર્યો હતો. દેશના નાગરિકોનો ગુસ્સો જોઈને ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા હતા. બાદમાં તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને આજે નવા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને સત્તાધારી એસએલપીપીના સાંસદ ડલાસ અલાહાપ્પેરૂમા વચ્ચે કાંટાની ટક્કર થવાની આશા છે.
કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ડલાસ અલ્હાપ્પેરુમ અને ડાબેરી જનતા વિમુક્તિ પેરામુનાના નેતા અનુરા કુમારા દિલાનાયકેને મંગળવારે સાંસદો દ્વારા 20 જૂલાઈની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ત્રણ ઉમેદવારો તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ સાંસદો ગોપનિય રીતે મતદાન કરી રહ્યા છે. એસએલપીપીના અધ્યક્ષ જીએસ પીરિસે કહ્યું હતું કે, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના પાર્ટીના મોટા ભાગના સાંસદોએ અલગ જૂથના નેતા અલ્હાપ્પેરુમાને રાષ્ટ્રપતિ પદ માટે અને મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા સજિત પ્રેમદાસાને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટવાના પક્ષમાં છે.
કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ડલાસ અલ્હાપ્પેરુમ અને ડાબેરી જનતા વિમુક્તિ પેરામુનાના નેતા અનુરા કુમારા દિસાનાયકેની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. કોઈ પણ ઉમેદવારને ચૂંટણી જીતવા માટે અહીં 225 સભ્યોમાંથી 113થી વધારે વોટ મેળવવા પડશે.