મેડિકલ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા 15 ઓગસ્ટે આ સંબંધિત પ્રધાનમંત્રી ઘોષણા કરી શકે છે
સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી એક બહુભાષી પોર્ટલ વિકસિત કર્યું છે
વિદેશી દર્દીઓ માટે આ સુવિધા આપશે
સરકાર દેશમાં મેડિકલ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. 15 ઓગસ્ટે આ સંબંધિત પ્રધાનમંત્રી ઘોષણા કરી શકે છે. તેને લઈને 10 એરપોર્ટ પર દુભાષિયા અને સ્પેશિયલ ડેસ્ટની સાથે એક બહુભાષી પોર્ટલની પણ શરૂઆત થઈ શકે છે. આ એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, કલકત્તા, વિશાખાપટ્ટનમ, કોચ્ચિ, અમદાવાદ, હૈદરાબાદ અને ગુવાહટી છે. આ એરપોર્ટ પર વધારે વિદેશી દર્દીઓ આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે એવા 44 દેશોની ઓળખાણ કરી છે, જ્યાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઈલાજ માટે ભારતમાં આવે છે. આ દેશોમાં સારવાર ખર્ચ અને ગુણવત્તાને ધ્યાને રાખીને આ યોજના તૈયાર થઈ રહી છએ. આ દેશોમાં મુખ્ય તો આફ્રિકા, સાર્ક અને ખાડી દેશો છએ. પોર્ટલ હોસ્પિટલોને વર્ગીકૃત અને આધુનિક સિસ્ટમ સહિત દવાઓની અલગ અલગ સિસ્ટમના આધાર પર માનકીકૃત પેકેજ દરને પણ પ્રદર્શિત કરશે.
મેડિકલ ટૂરિઝ્મ માટે વીઝા નિયમોને પણ સરળ બનાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય વિદેશ દર્દીઓની સુવિધા માેટ તેના પહેલુઓ અને ઉપાયોને અંતિમ સ્વરૂપ આપવા માટે તૈયારીઓ કરી રહી છે. એક અનુમાન અનુસાર ચિકિત્સા પર્યટન બજાર 2020માં ભારત છ અબજ ડોલર હતું. 2026 સુધીમાં તે ડબલ થઈને 13 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી એક બહુભાષી પોર્ટલ વિકસિત કર્યું છે. આ પોર્ટલ વિદેશી દર્દીઓ માટે એક ઈંટરફેસ સાથે ચિકિત્સા યાત્રા સુવિધાકર્તા અને હોસ્પિટલ દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓ માેટ વન સ્ટોપ શોપ હશે.