- જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી
- ભાગદોડમાં 12 લોકોના મોત,14ને ઇજા પહોંચી
- શ્રદ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો
નવા વર્ષની શરૂઆતમાં દુઃખદ બનાવ બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804 પણ જાહેર કર્યો છે. સમગ્ર મામલે જમ્મુ-કાશ્મીરનાં DGP દિલબાગ સિંહે જણાવ્યું હતુ કે શ્રધ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો. તેમાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી.
ઘટનાંસ્થળે હાજર લોકોનું કહેવું છે કે લોકોની સુરક્ષા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. એક શ્રધ્ધાળુએ જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નીકળવા મોટેનો કોઈ રસ્તો પણ ન હતો. ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકો યુપી, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના છે, એમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં કહ્યું છે કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.