શુક્રવારે ક્લાઈમેટ ચેન્જ પર જાહેર કરાયેલા એક નવા રિપોર્ટ અનુસાર, વિશ્વના તમામ દેશોએ મળીને આ વર્ષે અત્યાર સુધીમાં 40.6 બિલિયન ટન CO2 (GtCO2) વાતાવરણમાં છોડ્યું છે. આ આંકડાઓ પર નજર કરીએ તો, ઘટાડાના કોઈ સંકેત દેખાતા નથી, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 ° સે સુધી સીમિત કરવાની તાકીદે જરૂર છે. ઇજિપ્તમાં સંયુક્ત રાષ્ટ્રની આબોહવા સમિટની વચ્ચે ગ્લોબલ કાર્બન બજેટ 2022 અહેવાલ આવ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં 40.6 બિલિયન ટન CO2 ના કુલ ઉત્સર્જનનો અંદાજ 2019 કરતા 40.9 અબજ ટન CO2ના વાર્ષિક ઉત્સર્જનની નજીક છે.
અહેવાલ મુજબ, જો વર્તમાન ઉત્સર્જન સ્તર સમાન રહેશે, તો નવ વર્ષમાં 1.5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનને વટાવી જવાની 50 ટકા સંભાવના છે. પેરિસ કરાર દ્વારા નિર્ધારિત ગ્લોબલ વોર્મિંગ મર્યાદા 1.5 °C છે, જે વિશ્વને આશા આપે છે કે તે આબોહવા પરિવર્તનની સૌથી ખરાબ અસરોને ટાળવા માટે પૂરતી હશે. પૃથ્વીના વૈશ્વિક સપાટીના તાપમાનમાં પૂર્વ-ઔદ્યોગિક (1850-1900) સ્તરની સરેરાશની સરખામણીમાં લગભગ 1.1 °C નો વધારો થયો છે અને આ વધારાને વિશ્વભરમાં સૂકાતા જંગલો, પાકિસ્તાનમાં આવેલો વિનાશકારી પૂર, જંગલની આગને આભારી ગણવામાં આવે છે.
2021 માં ચીન (31 ટકા), યુએસ (14 ટકા) અને યુરોપિયન યુનિયન (8 ટકા) દુનિયાના અડધાથી વધુ CO2 ઉત્સર્જન કરવામાં મોખરે છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક CO2 ઉત્સર્જનમાં ભારતનું યોગદાન 7 ટકા છે. ચીનમાં 0.9 ટકા અને યુરોપિયન યુનિયનમાં 0.8 ટકાના ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે, પરંતુ યુએસમાં 1.5 ટકા, ભારતમાં 6 ટકા અને બાકીના વિશ્વમાં 1.7 ટકાનો વધારો થયો છે. કોલસામાંથી પેદા થતી ઊર્જાને ભારતના વિકાસમાં મુખ્ય પરિબળ માનવામાં આવે છે.
અહેવાલ મુજબ, ભારતના કુદરતી ગેસ ઉત્સર્જનમાં 4 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, પરંતુ આ એકંદર થયેલા ફેરફારમાં થોડો ઓછો છે. કાર્બન બ્રીફનું વિશ્લેષણ દર્શાવે છે, કે યુએસએ 1850 પછી વાતાવરણમાં 509 બિલિયન ટન કરતાં વધુ CO2 છોડ્યું છે અને તે ઐતિહાસિક ઉત્સર્જનના સૌથી મોટા હિસ્સા માટે જવાબદાર છે.