ભારતીય સેનાના સધર્ન કમાન્ડે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની મહિલા કેડેટ્સની પ્રથમ બેચની તસવીરો શેર કરી છે. આ બેચમાં દેશભરમાંથી 19 મહિલા કેડેટની પસંદગી કરવામાં આવી છે. આ મહિલા કેડેટ્સને ત્રણ વર્ષ સુધી પુરૂષ કેડેટ્સની જેમ તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ તેઓને કાર્યરત કરવામાં આવશે. જણાવી દઈએ કે ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પુણેના ખડકવાસલામાં જેન્ડર ન્યુટ્રલ એકેડમીની રચના કરવામાં આવી હતી.
આ અઠવાડિયે, ભારતીય સેનાના દક્ષિણી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ આ કેડેટ્સને મળ્યા હતા. જૂન 2022 માં, 19 મહિલા કેડેટને પુણે સ્થિત એકેડમીમાં પ્રવેશ મળ્યો. જેમાં 10 આર્મી, છ એરફોર્સ અને ત્રણ નેવી કેડેટ્સ સામેલ છે. મહિલા કેડેટ્સની આ બેચ મે 2025માં પાસ આઉટ થશે.
તસવીરો શેર કરતાં, આર્મીના સધર્ન કમાન્ડના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “ભારતીય સેનાના દક્ષિણી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ એકે સિંહ 143 કોર્સની પાસિંગ આઉટ પરેડ માટે પહોંચ્યા. દરમિયાન તેઓ મહિલા કેડેટની પ્રથમ બેચને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.