પૃથ્વીથી અત્યંત નજીક એક વિશાળ એસ્ટેરોઈડ પસાર થવાનો છે. નાસાના જણાવ્યા અનુસાર, તેની લંબાઈ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા જેટલી છે.નાસાએ તેને સંભવિત રીતે ખતરનાક બતાવ્યું છે. આ એસ્ટેરોઈડનું નામ 2022 RM4 છે. આ 1 નવેમ્બરના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ અનુસાર, આ એસ્ટેરોઈડનું અનુમાનિત વ્યાસ 330 અને 740 મીટરની વચ્ચે અથવા 2400 ફુટથી વધારે છે.
આમ જોવા જઈએ તો, વાસ્તવિક અંતર પૃથ્વી-ચંદ્રનું અંતર છ ગણું વધારે હશે, જે કદાચ બહુ નજીક લાગે.આખરે ચંદ્ર પૃથ્વીથી સરેરાશ 238,855 માઈલ/384,400 કિમી દૂર છે. એટલા માટે 2002 આરએમ 4 પોતાના નજીકના બિંદુ પર લગભગ 1.5 મિલિયન માઈલ/2.4 મિલિયન કિમી દૂર હશે. આપને જણાવી દઈએ કે, એસ્ટેરોયડને ઉલ્કાપિંડ પણ કહેવાય છે. એસ્ટેરોયડને કોઈ ગ્રહ અથવા તારાના તૂટેલા ટુકડા માનવામાં આવે છે. તે ખાસ કરીને સૂર્યની ચારે તરફથી સીધી કક્ષામાં આવે છે.
ખગોળવીદ દ્વારા ઉલ્કાપીંડ 2002 RM4 નું અનુમાન 360-809 ગજ/330-740 મીટર પહોંળાઈની વચ્ચે લગાવ્યો છે. તે એટલો ફેલાયેલો હોય શકે છે કે, જે દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. લાઈવસાયન્સના જણાવ્યા અનુસાર, તે લગભગ 52,500 માઈલ પ્રતિ કલાકની સ્પિડથી પસાર થશે. કોઈ પણ અંતરિક્ષ વસ્તુ જે પૃથ્વીના 120 મિલિયન માઈલના દાયરામાં આવે છે, તેને પૃથ્વીની નજીકની વસ્તુ માનવામાં આવે છે.
12 સપ્ટેમ્બર 2022ના રોજ હવાઈના હલીકાલામાં પૈન સ્ટારઆરએસ 2 ટેલીસ્કોપમાં ખગોળવીદોએ 2022 આરએમ 4ની શોધ કરી હતી. તેને નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા નિયર અર્થ ઓપ્જેક્ટ એક અપોલો પ્રકારની વસ્તુ અને એક સંભવિત ખતરનાક ઉલ્કા તરીકે વર્ગીકૃત કર્યું છે.