દુબઈમાં બુર્જ ખલીફા પાસે આવેલી એક ઈમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈમારતમાં આગ લાગવાથી કોઈ ઘાયલ થયું છે કે નહીં. અરબ ન્યૂઝ અનુસાર, 7 નવેમ્બરે મોડી રાત્રે દુબઈમાં 35 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જે ઈમારતમાં આગ લાગી તે ઈમાર ગગનચુંબી ઈમારત એમાર સ્કાયસ્ક્રેપરના નામે ઓળખાય છે. એમાર ડેવલપર્સે બુલવાર્ડ વોક નામના 8 ટાવર બનાવ્યા હતા. એમાર સ્કાયસ્ક્રેપર આમાંનો જ એક ટાવર છે. આગ લાગ્યા બાદ ઈમારતમાં હાજર લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન કોઈને ગંભીર ઈજા થઈ નથી. ફાયરની ટીમના જવાનોએ જણાવ્યું હતું કે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
લોકો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ શેર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ ઘટના બાદ ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં ઈમારત કાળી દેખાઈ રહી છે, જેના પરથી ઘટનાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. ઘટના અંગે દુબઈ પોલીસ અને એમાર ડેવલપર્સે કોઈ નિવેદન આપ્યું નથી.
In #Dubai, the #Emaar skyscraper caught fire near the #BurjKhalifa, the tallest building in the world.
At the moment the fire was extinguished, there is no information about victims. pic.twitter.com/QtPmRBHSTq
— NEXTA (@nexta_tv) November 7, 2022
દુબઈમાં ઘણી ગગનચુંબી ઈમારતો (સ્કાયસ્ક્રેપર્સ) છે. તાજેતરમાં અનેક ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આમ ઇમારતોની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. એપ્રિલ 2022માં વૈભવી સ્વિસોટેલ અલ મુરૂજ હોટલમાં આગ લાગી હતી. આ દરમિયાન કોઈને ઈજા થઈ નહોતી. આ હોટેલ બુર્જ ખલીફાની સામે જ હતી. 2015માં એડ્રેસ ડાઉનટાઉન હોટલમાં આગ લાગી હતી. આ હોટલ પણ બુર્જ ખલીફા પાસે આવેલી હતી.