આંધ્રપ્રદેશમાં એક 46 વર્ષીય સ્કૂલ ટીચરની સગીર છોકરી સાથે લગ્ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે પુત્રીઓના પિતા શિક્ષકે કથિત રીતે તેની 15 વર્ષની સગીર વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આરોપી પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમ નજીક યાંદગની જિલ્લા પરિષદ હાઈસ્કૂલમાં હિન્દી શિક્ષક છે. તેણે પ્રેમના બહાને વિદ્યાર્થિની સાથે કથિત રીતે લગ્ન કર્યા છે. પોલીસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષક સોમરાજુના છેલ્લા ચાર મહિનાથી સગીર છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. આરોપીએ સગીરને પોતાનો સ્માર્ટફોન પણ આપી દીધો હતો. તાજેતરમાં તે યુવતીને તેના ઘરેથી ઉપાડી તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં શિક્ષકે તેની સાથે લગ્ન કર્યા હતા.
આરોપીએ કથિત રીતે યુવતીની છેડતી કરી અને 19 નવેમ્બરે તેની સાથે લગ્ન કર્યા પછી સોમરાજુએ તેને બળજબરીથી થોડા દિવસો સુધી પોતાની પાસે રાખી. પરંતુ એક દિવસ છોકરી તેના ચુંગાલમાંથી છટકી જવામાં સફળ રહી અને પોતાના ઘરે પાછી આવી. જ્યાં તેણે તેના પરિવારને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી.
આ ઘટના અંગે પીડિતાના પરિવારજનોએ આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે.