યમુના એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના!
અજાણ્યા વાહન સાથે કારની ટક્કરતા
ઉત્તર પ્રદેશના મથુરા પાસે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર થઈ હતી. જેમાં એક કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માત થાણા નૌઝીલ વિસ્તારના યમુના એક્સપ્રેસ વે પર માઈલસ્ટોન નંબર 68 પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં એક બાળક સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. SP શ્રીશ ચંદ્રાના જણાવ્યા અનુસાર મૃતકોમાં ત્રણ મહિલા, ત્રણ પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. જેઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.પોલીસે જણાવ્યું કે કાર અકસ્માતમાં માર્યા ગયેલા 7 લોકો ઉપરાંત એક બાળક અને એક પુખ્ત ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં 9 લોકો સવાર હતા.
આ તમામ લોકો નોઈડામાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ આગ્રાથી નોઈડા જઈ રહેલી કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમામ મૃતકો હરદોઈ જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા જિલ્લાની પાસે આવેલા યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. “આ સાથે PM મોદીએ પણ ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલા માર્ગ અકસ્માત જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું” : પીએમ