દિલ્હી-NCRમાં વરસાદ ચાલુ છે. રવિવારે અનેક જગ્યાએ વરસાદનો કહેર જોવા મળ્યો હતો. જૂની દિલ્હીના ફરાશ ખાના વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. જે બાદને રવીવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે હરિયાણાના ગુરુગ્રામમાં એક રવિવારે મોટી દુર્ઘટના બની છે. ગુરુગ્રામમાં તળાવમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત થયા છે. ત્યારે બાળકોના મૃત્યુથી પરિવારજનોમાં અરેરાટી મચી છે.
રવિવારે વરસાદે દેશના અનેક સ્થળોએ ભારે તબાહી મચાવી હતી.
દેશની રાજધાની દિલ્હીમાં એક ધરાશાયી થયુ હતુ જે અકસ્માતમાં એક બાળકનું મોત થયું હતુ. ત્યારે ગત રોજને ગુરુગ્રામના બાજખેડા ગામ પાસે સેક્ટર-110 Aમાં એક બિલ્ડરની અંદાજિત 4 એકર જમીન પરના ખાડામાં વરસાદી પાણી ભરાતા તળાવ બન્યું હતું. આ વરસાદી તળાવની ઊંડાઇનો અંદાજ ન હતો અને 8થી 12 વર્ષના 6 બાળકો નહાવા પડ્યા હતા જે 6 બાળક તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
તમામ બાળકો શંકર વિહાર કોલોનીના રહેવાસી હતા અને એકબીજાના મિત્રો હતા. આ બાળકોની ઉંમર આઠ વર્ષથી 13 વર્ષની વચ્ચે છે. ઘટનાની માહિતી મળતાં જ SDRF, સિવિલ ડિફેન્સ, ગુરુગ્રામ પોલીસ અને ફાયર વિભાગની ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ માટે પંપ બોલાવવામાં આવ્યા હતા. લગભગ ચાર કલાક સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ તમામ છ બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, બાજખેડા ગામ પાસે ખાલી પડેલી જમીન પર બનેલા તળાવમાં આઠથી 13 વર્ષની વયના સાત બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન છ બાળકો તળાવમાં ન્હાવા કૂદી પડ્યા હતા, જ્યારે એક બાળક ન્હાવા ગયો ન હતો. બાળકોને ડૂબતા જોઈને તેણે નજીકમાં ઉભેલા ગાર્ડને જોરથી બૂમો પાડી અને ઘટનાની જાણ કરી. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.