ફિલ્મ શોલાના અત્યંત ચર્ચાસ્પદ પાત્ર અંગ્રેજોના જમાનાના જેલર અસરાની જેલમાં જ સુરંગ નહોતી ખોદવામાં આવી, પણ રાજસ્થાનમાં તો સેશન કોર્ટમાં બનેલી જેલમાં જ ગુંડાતત્વોએ સુરંગો ખોલી નાખી છે. રાજસ્થાનમાં બિંદાસ ગુંડાત્તત્વોઓ રાજ્યની મોટી સેશન કોર્ટ પરિસરમાં બનેલી હંગામી જેલમાં જ સુરંગ ખોદી નાખી હતી. આ સુરંગ ચાલાક બદમાશોએ રાતોરાત બનાવી દીધી હતી. આ સુરંગ દ્વારા કોઈ હાઈપ્રોફાઈલ કેદીને છોડવાનું ષડયંત્ર હતું. પણ સમય રહેતા તેની જાણ થતાં કેદીઓને ત્યાં લાવવામાં આવ્યા નહીં. કોર્ટ પરિસરમાં સુરંગ સામે આવતા પોલીસ ફોર્સ ચોંકી ગઈ હતી અને ત્યાં હડકંપ મચી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જયપુરની સેશન કોર્ટ રાજસ્થાનની સૌથી મોટી સેશન કોર્ટ છે. અહીં લગભગ 150થી વધારે કોર્ટ આવેલી છે. અહીં લગભગ 20 હજાર જેટલા વકીલો પ્રેક્ટિસ કરે છે. અહીં આખો દિવસ પોલીસ અને કાયદો આટાંફેરા મારતો રહે છે. અહીં સુરક્ષા વ્યવસ્થા પણ ચક્કાજામ હોય છે. જો કે આટલું હોવા છતાં પણ સેશન કોર્ટની જેલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને કોઈ કંઈ જવાબ આપવા તૈયાર નથી.
જયપુર સેશન કોર્ટ પરિસરમાં બનેલી હંગામી જેલમાં રાતોરાત એક સુરંગ ખોદી નાખવામાં આવી. આ સુરંગ હંગામી જેલની બહારની દીવાલ નીચેથી લઈને જેલના બેરેક સુધી ખોદી નાખી છે. બસ ખાલી બેરેકની અંદર સુરંગની ઉપરની ટાઈલ્સ નથી હટાવી. સોમવારે સવારે જ્યારે પોલીસે બે જવાન કેદીઓ આ જેલમાં શિફ્ટ કરતા પહેલા ચેક કરવા આવ્યા તો, તેમની નજર જેલની દીવાલ પાસે બનેલી સુરંગ પર ગઈ.
સુરંગનો ખુલાસો થતાં કેદીઓને સેન્ટ્ર જેલમાંથી કોર્ટની હંગામી જેલમાં જતાં રોકવામાં આવ્યા હતા. કેદીઓને હાજરી દરમિયાન અલગ અલગ જેલમાંથી લાવવામાં આવે છે. કોર્ટમાં રજૂ કરતી વખતે તેમને આ હંગામી જેલની કસ્ટડીમાં રાખવામાં આવે છએ. સુરંગનો ખુલાસો થતાં જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક આ મામલાની તપાસ કરી. હાલમાં તો સુરંગ પર પથ્થર રાખી તેને બંધ કરી દેવામાં આવી છે. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે, આ સુરંગ પાંચ ફુટ ઊંડી બનાવી છે.